HomeGujaratવાંકાનેરમાંથી 2, ટંકારામાંથી 1 શખ્સ લાયસન્સ વિના હથિયાર લઈને ફરતા ...

વાંકાનેરમાંથી 2, ટંકારામાંથી 1 શખ્સ લાયસન્સ વિના હથિયાર લઈને ફરતા ઝડપાયા

મોરબી એલસીબી અને એસઓજીની ટીમે અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્રણ સ્થળેથી ત્રણ શખ્સને ગેર કાયદેસર હથિયાર સાથે ઝડપી લીધા હતા અને તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીમળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ઇટાલીકા સિરામીક નામની ફેકટરીમાં એક શખ્સ મંજૂરી વિના હથિયાર સાથે ફરતા હોવાની બાતમી આધારે એસ ઓજીની ટીમે સમીરભાઈ ખમીશા કતિયાર ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રું.10હજારની કિંમતનો પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા આ ઉપરાંત એલસીબી ની ટીમે વાંકાનેર તાલુકાના ભલગામમાંથી નેક મામદ ઇબ્રાહિમ ભટ્ટી નામના શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રું.5 હજારની કિંમતનો કટ્ટો જપ્ત કર્યો હતો આં ઉપરાંત ટંકારાના ખીજડિયા ગામથી રજાક ઉર્ફે કલો હસનભાઈ મકવાણા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેનો પાસેથી રું.10હજારની કિંમતની દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ પકડી પાડી હતી. અને ઝડપાયેલ ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW