HomeGujaratમાળિયાના નવલખી રોડ પર યુવકની હત્યા કરનાર 3 આરોપીને કોર્ટે ફટકારી આજીવન...

માળિયાના નવલખી રોડ પર યુવકની હત્યા કરનાર 3 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદ

માળિયાના મોટા દહીસરા ગામનો યુવાન જીવણભાઈ રામજીભાઈ ધધુકીયા 18-06 -2016ના રોજ તેનું બાઈક લઈને રાત્રે તેના કામના સ્થળેથી ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં તેના 4 જેટલા શખ્સે ઘેરી લીધો હતો અને ઢોર માર મારી ગંભીર ઈજા પહોચાડતા જીવણને મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ગંભીર સ્થિતિ હોવાથી અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો યુવકના મોત પહેલા પોલીસે તેનું નિવેદન લીધું હતું જેમાં તેણે તેના ગામના વિનુભાઈ મુળુભાઈ ચાવડા,જેસંગભાઈ પરબતભાઈ ચાવડા,પ્રવીણ ઉર્ફે ઠુંઠો બીજલભાઈ હુંબલ અને વાલજીભાઇ લાખાભાઈ મિયાત્રા દ્વારા હુમલો કર્યા હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા પોલીસ તપાસ પૂર્ણ થતા કેસ મોરબી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો જ્યાં મૃતક જીવણ ભાઈ વતી સરકારી વકીલ સંજય સી દવે અને વિજય કુમાર જાની દ્વારા જરૂરી આધાર પુરાવા રજુ કર્યા અને દલીલો રજુ કરી હતી ડીસ્ટ્રીકટ જજ દ્વારા આ કેસના આરોપી જેસંગ પરબત ચાવડા, આજીવન કેદ તેમજ 1 લાખનો દંડ જયારે અન્ય કલમ હેઠળ ૬ માસની કેદ અને 1200નો દંડ ફટકાર્યો હતો તો બીજા એક આરોપી ,પ્રવીણ ઉર્ફે ઠુંઠો બીજલભાઈ હુંબલ અને વાલજીભાઇ લાખાભાઈ મિયાત્રાને પણ એક એક લાખ દંડ તેમજ અન્ય કલમ હેઠળ 1200 રૂપિયા દંડ ફટકાર્યો હતો જોકે કેસ ટ્રાયલ દરમીયાન એક આરોપી વિનુભાઈ મુળુભાઇ ચાવડાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW