મોરબી તાલુકાના જામ્બુડીયા ગામની સીમમા આવેલ નિલકંઠ સેનેટરીવેર્સ નામના કારખાનાની લેબર કોલોનીમા રહેતા મૂળ ઉત્તર પ્રદેશ જિલ્લાના ચંદેલી રવિનગરના વતની શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ નામનો યુવાન તેનું GJ-36- AD-6960 નંબરનું બાઈક લઈને જતા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રકના ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી બાઈકને હડફેટે લઇ નીચે રોડમા પાડી દેતા ઈજા પહોચાડતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો બનાવ અંગે મૃતકની પત્ની અનુદેવી માધવ પ્રસાદ શાહુએ તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

