HomeGujaratપટેલ સમાજની દીકરીઓને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે FIR નોધવા માળિયા પોલીસને...

પટેલ સમાજની દીકરીઓને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે FIR નોધવા માળિયા પોલીસને રજૂઆત

વિવાદાસ્પદ નિવેદન આપવા અવાર નવાર જાણીતી કાજલ હિન્દુસ્તાનીનો સુરતના એક કાર્યક્રમનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં કાજલ હિન્દુસ્તાની મોરબીની પટેલ સમાજની 7 દીકરીઓ મુસ્લિમ બોયફ્રેન્ડ રાખતી હોવાનું અને એક બીજાના બોયફ્રેન્ડ સાથે 4-4 દિવસ મજા માણતી હોવાનો હીન્ન પ્રકારનો અને મોરબીની યુવતીઓને બદનામ થાય તેવી વાતો કરતી હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત મોરબીમાં પિતા રૂપિયા કમાવવા અને માતા સોશ્યલ મીડિયામાં વ્યસ્ત હોવાનું કહી દીકરીઓ શું કરે છે તેનું ધ્યાન રાખતા નથી છોકરી ઘરમાં ચોરી કરી બોય ફ્રેન્ડને મોંઘી ગાડીઓ લઇ આપે છે તેવો દાવો કર્યો હતો જો કે આ વિડીયો સામે આવ્યા બાદ મોરબીના પટેલ સમાજના આગેવાનો અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આવી ખોટી રીતે બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોધવા માંગણી ઉઠી છે અગાઉ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધવા મુદે રજૂઆત થયા બાદ આજે માળિયા મિયાણા રોહીશાળા ગામના યુવાન સંદીપભાઈ કાલરિયા અને યુવાનો આજે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધવાની માંગ સાથે લેખિત અરજી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW