દિવસેને દિવસે શહેરીકરણ વધી રહ્યું છે તેના પગલે પ્રાણવાયુથી તનમનને તરબોળ કરી દેતા વૃક્ષો ઘટ્યા છે. જેથી કરીને પક્ષીઓના આશ્રય સ્થાન પણ ઘટ્યા છે. ત્યારે માનવીની સાથે યુગો યુગોથી રહેતી ચકલીને બચાવવા માટે આજે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. અને તેના ભાગરૂપે હળવદ શહેરના સરા નાકા ખાતે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી નિ:શુલ્ક 5 હજાર ચકલીઘર, 2500 માટીના કુંડા અને 1500 જેટલા ચણના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તો સાથે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સંસ્થાપક વિશાલ જયસ્વાલના જણાવ્યા મુજબ આ ગ્રુપને આઠ વર્ષ થયા છે અને આ આઠ વર્ષમાં અમે 25 હજારથી વધુ ચકલીઘરનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે. આ ચકલીઘર વિતરણમાં નવ નિયુક્ત હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

