HomeGujaratમોરબીમાંથી ઝડપાયેલ નકલી સીરપ કાંડમાં ફરાર ટ્રાન્સપોર્ટ ઓફિસનો માલિક ઝડપાયા

મોરબીમાંથી ઝડપાયેલ નકલી સીરપ કાંડમાં ફરાર ટ્રાન્સપોર્ટ ઓફિસનો માલિક ઝડપાયા

મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલા કોડીન યુક્ત સીરપ પ્રકરણમાં નવા નવા ખુલાસા થાય છે અને આરોપીઓ ઉમેરાઈ રહ્યા છે અગાઉ રંગપર ગામેથી 90 હજાર કોડીન યુક્ત સીરપ પકડ્યા બાદ
મોરબીનાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા હરિકૃપા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં થી પોલીસે રું.20.54 લાખની કિંમતની10હજાર બોટલ સીરપ સાથે ટ્રાન્સપોર્ટ ઓફિસનો સંચાલક આસિફ આમદ સિપાઈ ને ઝડપી લીધો હતો જ્યારે તેનો માલિક ગોપાલ સિંધવ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ દિશામાં તપાસ કરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી રાજકોટમાં હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ગોપાલ પરબત સિંધવને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી હતી અને તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW