મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં 365દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે
ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમા બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 10 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બ્લડ ડોનેટ કરવામાં ભાઈઓ સાથે સાથે બહેનો પણ હતા તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે અને Hand To Hand બ્લડ ડોનેટ કરવા માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર (93493 93693) પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

