તારીખ 16-3-2024 એચ .જી રાયકા વિદ્યાલય ઈંદ્રાડ ગામ ,તા- કડી , જિ- મહેસાણા ખાતે ગાયત્રી પરિવાર નરોડા ના ડૉ સતીશ પટેલ અને ચંદુભાઈ ડોડીયા દવારા પ્રકૃતિ શિક્ષણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સ્કૂલ ના આચાર્ય શ્રી મહેશભાઈ દેસાઈ , શિક્ષક શ્રી વિનોદભાઈ, તથા શક્ષક ગણ અને સ્કૂલ ના વિદ્યાર્થી ઓ જોડાયા ર્ડા સતીશ પટેલ દ્વારા વિદ્યાર્થી ઓ ને પ્રકૃતિ સંરક્ષણ માટે માહિતગાર કર્યા અને આવનારી 20 તારીખે વિશ્વ ચકલી દિવસ માટે જાણકારી આપી અને દરેક વિદ્યાર્થીને પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘર ભેટ આપી ચકલી બચાવો અભિયાન માં સહિયોગી બનવા અપીલ કરી, આવનાર હોળી ના તહેવાર ને વૈદિક હોળી તરીકે ઉજવણી કરીને કુદરતી રંગો થી હોળી રમવા માટે અનુરોધ કરવામાં આવ્યો જે શરીર અને સ્વાસ્થ્ય માટે લાભકારી છે સાથે સાથે તે ફૂલો અને શાકભાજી અને ઘરઘથ્થું સામગ્રી માંથી કુદરતી રંગ બનવવાનું પ્રયોગિક ડેમો આપી સમજણ આપવામાં આવી .સાથે સાથે વૃક્ષો બચાવી તેનું જતાં કરવા સંકલ્પ લેવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી વૃક્ષારોણ પણ કરવામાં આવ્યું તેની સાથે જળ સંરક્ષણ માટે આવનારા દિવસોમાં કટિબદ્ધ બની પાણીનો બગાડ ન થાય તેનો પણ સંકલ્પ લેવામાં આવ્યો અને શાળા ના આચાર્ય મહેશભાઈ દેસાઈ એ સ્વચ્છતા માટે વિદ્યાર્થીઓને સમજણ આપી પ્લાસ્ટિક નો કચરો અને ભીનો – સૂકો કચરો અલગ કરી સ્વચ્છતા જાળવી પર્યાવણ સુરક્ષા માં ભાગીદારી બનવા જણાવ્યું હતું .

