હળવદમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી રેતીચોરીનો પર્દાફાશ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં હળવદ પોલીસની ટીમ પીઆઈ ડી.એમ ઢોલના માર્ગદર્શન મુજબ કાર્યરત હોય અને ત્યારે ટીકર અને મીયાણી વચ્ચે હોડકા વડે રેતી ચોરી અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી કરીને ખાણ ખનીજ વિભાગના આર.કે કણસાગરા દ્વારા ટીકર અને મીયાણી વચ્ચે રેતીચોરી કરતા ત્રણ હોડકા પકડી પાડી હળવદ પોલીસ હવાલે કર્યા હતા. જેમાં એક હોડકાની કિંમત 3 લાખ એમ ત્રણ હોડકા મળીને 9 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. જેમાં અયુબ સુલેમાનભાઈ સંધી, રવિ અરજણભાઈ બોહરીયા અને હિતેન્દ્ર ચંદુભાઈ કોળી હોડકાના માલિક હોવાની પોલીસ પાસેથી માહિતી મળી છે. તો સાથે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેટલા સમયથી રેતીચોરી થતી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલમાં ટીકર અને મીયાણી વચ્ચેથી રેતીચોરીમાં વપરાતા ત્રણ હોડકા પકડતા રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

