મોરબીના ખાખરાળા ગામના રસ્તાઓમાં ખાડા વધુ અને સિમેન્ટ ઓછો, પ્રદુષણ પણ ગંભીર, મચ્છુ કેનાલનું પાણી મળતું હોવાથી ખેતી સહિત આખું ગામ હરિયાળીથી ભરપુર
મોરબી તાલુકાના ખાખરાળા ગામ વર્ષોથી આ ગામ અસ્તિત્વ ધરાવતું હોય રાજાશાહી પછી લોકશાહીમાં ધીરેધીરે શહેર કરતા ગામને સારી સુવિધાઓ મળી છે. જેમાં ગામની વસ્તી અંદાજે 2500ની આસપાસ હોય પણ એમાંથી આશરે 40% જેટલાં યુવાનો મોરબી જઈને સીરામીક સહિતના ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છે. આ ગામની દરેક શેરી અને એકબીજા ગામના રોડની સ્થિતિ એવી ખરાબ છે કે, એક ખાડો શોધો તો અનેક ખાડાઓ જોવા મળે એમ દરેક માર્ગ ઉપર ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા સારા ન હોવાનું દેખાઈ છે. જો કે અમુક હાઇવેને જોડતા માર્ગો એકદમ સારા છે. નવલખી બંદરેથી કોલસાનું પરિવહન થતું હોય તેમના ગામમાં ભારે ટ્રાફિક રહે છે. કોલસા ભરેલા વાહનો નીકળતા હોય કોલસાની કાળી રજકણોનું ભારે પ્રદુષણ રહે છે. જ્યારે ગામમાં લાઈટ છે. પણ ગટર ન હતી. એટલે હમણાંથી જ ગટરનું કામ શરૂ થયું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ વ્યવસ્થા પણ સર્વોત્તમ છે. ગામમાં 90% જેટલો શિક્ષિત વર્ગ છે.

