મોરબી શહેરના ત્રાજપર ગામની ગામની હદમાં આવેલા ખોડીયાર મંદિર પાસે જાહેરમાં કેટલીક મહીલા અને પુરુષો જુગાર રમતા હોવાની એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા,સંજયભાઇ બચુભાઇ ડાભી, કિશોર નરશીભાઇ બાબરીયા(કોળી), નટુભાઇ વશરામભાઇ વરાણીયા, પ્રકાશભાઇ સોમાભાઇ સનુરા તા.જી.મોરબી, જેતીબેન કાબાભાઇ સનુરા, વિલાશબેન રાજુભાઇ સનુરા, સુનીબેન કાનાભાઇ ખાંભણીયા , શીતલબેન રામજીભાઇ સનુરા સહિતનાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 12,300 રોકડ અને જુગાર સાહિત્ય સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

