વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં આવેલી ક્રીવેટા સિરામિકમાં રહેતા અને મજુરી કામ કરતા મજૂરો આજે સવારે તેના ક્વાર્ટરમાંરસોઈ બનાવતા હતા તે વખતે અચાનક ગેસ સીલીન્ડરમાંથી નીકળતો પાઈપ લીકેજ થતા તેમાંથી આગ ભભૂકી ઉઠી હતી અને આખા ક્વાર્ટરમાં પ્રસરી ગઈ હતી અને તેના કારણે રૂમમાં રહેતા આશિષ બંજારા, રાહુલ,લક્ષ્મણ કહા, હિતેશ કુશવાહ અને વિકાસ બંજારા દાઝી ગયા હતા જે બાદ તેમને ગંભીર હાલતમાં પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે દાઝેલા મજુર પૈકી બે મજુરની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી

