રાજસ્જીથાનના બાડમેર જીલ્લાનો વતની બુલારામ પુરખારામ માન્જુ તેનો જે-૧૨-બી.ડબલ્યુ-૪૪૩૬ નંબરનો ટ્રક લઇ રાજકોટથી સિમેન્ટનીબેગ ખાલી કરીને કચ્છ તરફ પરત જતો હતો તે દરમિયાન માળિયા કચ્છ હાઈવે પર આવેલા હરીપર ગામ પાસેના બ્રીજ પર અચાનક જી.જે-૧૨-બી.એકસ-૭૭૬૪ નંબરના ચાલકે ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તે રીતે ચલાવી ડીવાઇડર ક્રોસ કરી રોંગ સાઈડમાં ઘુસાડી દીધું હતું અને જે-૧૨-બી.ડબલ્યુ-૪૪૩૬ નંબરના ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો આ ઘટનામાં ટ્રેઇલર નંબર- જી.જે-૧૨-બી.ડબલ્યુ-૪૪૩૬ ટ્રકનો બોડીનો ભાગ ગંભીર રીતે નુકશાન ગ્રસ્ત થતા તેના ટ્રક ચાલક પપ્પુકુમાર લાલમુની યાદવ ને પેટના ભાગે તથા માથાના ભાગે ગંભીરઈજા પહોચતા તેનું મોત નીપજ્યુ હતું બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

