મોરબીના કિશનભાઈ કાવર નામના યુવાનને શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી તેની સાથે છેતરપીડી કરવામાં આવી હોવાની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતિયા ફરિયાદ આધારે આગાઉ ત્રણ આરોપીઓને ઝડપી લીધા બાદ આં ગુન્હામાં સંડોવાયેલ વધુ બે આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ ટીમે દબોચી લીધા હતા
આ આરોપીઓ દ્વારા.મોરબી કિશનભાઈ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર 9662646932 ઉપરથી લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી. આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.4.47લાખ નું ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યું હતું બાદમાં જ્યારે તેઓએ કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા આરોપીઓને જણાવતા તેઓએ દ્વારા રૂપિયા પરત આપવાના બદલે બહાના બાજી કર્યા બાદ અચાનક ગુમ થઈ જતાં તેની સાથે છેતરપિંડી.થયાનું સામે આવતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી જેમાં વધુ બે આરોપી રાકેશભાઇ જયંતીભાઇ ઠાકોર રહે. વડોદરા છાળી જકાતનાકા પરીમલ સોસાયટી તથાચીરાગ ઉર્ફે દેવ સતીષભાઇ કહાર ને ઝડપી લીધા હતા અને તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

