HomeGujaratમાળીયાના બગસરા ગામે મહિલાઓનો કાયમ પાણી માટે કાળો કકળાટ

માળીયાના બગસરા ગામે મહિલાઓનો કાયમ પાણી માટે કાળો કકળાટ

મીઠાની કંપનીઓએ ધુડખર, ખરાબા, ખેતી લાયક જમીનને પ્રદુષિત કરી બંજર બનાવી નાખ્યાનો આક્ષેપ

મોરબી જિલ્લામાં સૌથી વધુ આર્થિક અને સુવિધાઓની દ્રષ્ટિએ પછાત ગણાતા માળીયા તાલુકાનો હજુ પણ ઉધાર થશે કે નહીં તે બાબતે ઘેરો અંધકાર છવાઈ ગયો છે. ખાસ કરીને માળીયા તાલુકાનું બગસરા ગામ દરિયા કિનારે આવેલું હોવાથી ખારાશ વધુ હોય ખેતી વર્ષોથી દિન પ્રતિદિન મૃતપાય થઈ રહી છે. ઉપરથી દરિયા કિનારો નજીક હોવાથી મીઠાનું મોટાપાયે ઉત્પાદન થતું હોવાથી ખેતી નહિ પણ આ ગામ હવે મીઠાના વ્યવસાય આધારિત છે. એટલે મોટી મોટી કંપનીઓએ બગસરના દરિયા કિનારે મીઠાના અગરો બનાવીને ઘુડખર, ખરાબા, ગૌચર સહિતની જમીનને પચાવી પાડી પ્રદુષિત કરી નાખી છે.

માળીયા તાલુકાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે,
વર્ષોથી માળીયા તાલુકો પછાત હોય અને આજસુધી વિકાસ ન થતા ખાસ કરીને દરિયા કિનારે આવેલ બગસરા ગામને આજે પણ એક-એક સુવિધાઓ માટે રીતસર વલખા મારવા પડે છે.દરિયા કિનારો હોવાથી ખારાશને લીધે ખેતીની ફળદ્રુપતા ઘટી ગઈ એટલે અદાજી 1500 જેટલી વસ્તીમાં મોટાભાગના લોકો આગરિયા તરીકે મીઠાના અગરમાં કાળી મજૂરી કરે છે. મોટી મોટી કપનીઓએ અહીં ગેરકાયદે મીઠાના અગર કરી ગામની ખેતી લાયક જમીનને મોટું નુકસાન કર્યું છે. મીઠાનું ઉત્પાદન અને મીઠા ભરેલા ઓવરલોડેડ ભારે વાહનોની અવરજવરથી ગામની મોટાભાગની જમીનો બંજર બની ગઈ હોવાથી મોટાભાગના ખેડૂતોએ ખેતીની જમીન વેચી નાખી અને ઉપરાંત હવે માત્ર બે ત્રણ જ ખેડૂત બચ્યા છે. ગામ આમ તો ઉજ્જડ છે. કારણ કે મીઠા સિવાય કોઈ ધંધો જ નથી. અમુક લોકો સારા ભવિષ્ય માટે મોરબી શહેર તરફ પ્રયાણ કર્યું છે. દરિયો નજીક હોય એટલે પીવાના પાણીની તો માત્ર કલ્પના કરવી જ રહી. ઘણીવાર આ ગામને જોડતી નર્મદાની લાઈનમાં ભંગાણ પડે એટલે ચાર-પાંચ દિવસ પાણીની હાડમારી ભોગવવી પડે છે. 70-80 હજાર લીટર જ પાણી આવતું હોય એટલે આ ગામના બધા જ લોકો તેમજ 400 જેટલા પશુઓને માત્ર ચાર પાંચ દિવસે પાણી આપવામાં આવે છે. જો કે જૂની લાઈન જર્જરિત હોય એટલે વારંવાર તૂટી જતી હોય તેથી નવી લાઈન નાખવી જરૂરી હોય આ પાણી પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી અને મંત્રીઓ સમક્ષ જૂની લાઈનમાં ભંગાણ થાય ત્યારે તેનો ફોલ્ટ શોધવા અને રીપર કરવામાં 5-6 દિવસનો ટાઈમ લાગતો હોવ ભારે હાલાકી ભોગવવી છે. જો મેં શિક્ષણની વ્યવસ્થા તો થોડી સુધરી છે પણ સૌથી મહત્વની આરોગ્યની સુવિધા જેવું કંઈ જ નથી. દવાખાનું જ ન હોય બીજે ગામ આરોગ્યની સેવા લેવા માટે જવું પડે છે. મતદાન ગણતરીઓ ભૂલ ભરેલી હોવાથી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થઈ નથી.તેમજ આ ગામને જોડતા ભાવસર સહિતના ગામોના રસ્તા હેવી લોડેડ વાહનોને કારણે તૂટી ગયા છે. તેમજ એસટી બસની સુવિધા ન હોય એની સુવિધા આપવાની રજુઆત કરી છે. આમ આ ગામ આખું મીઠા ઉપર નભતુ હોય પણ એક એક સુવિધાઓ માટે વર્ષોથી હેરાન થવું પડે એ ખૂબ જ દુઃખદ બાબત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW