આગામી 8 મી માર્ચના રોજ શિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી શરુ થવા લાગી છે અલગ અલગ શિવાલયમાં પૂજા વિધિ અને મહા પ્રસાદના આયોજન થવાના હોય અને આ આયોજનને લઇ તૈયારીઓ થઈ રહી છે તો મોરબીના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે શિવરાત્રી પર્વની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવશે બે દીવસ સુધી મંદિરમાં ભોજન અને ભજનનો માહોલ જામશે આગામી 7 માર્ચના સાંજે મેળાનો પ્રાંરભ થશે અને 8 માર્ચ મહાશિવરાત્રીના દિવસે મેળા યોજાશે બે દિવસ સુધી રફાળેશ્વર ખાતે મોટી સંખ્યમાં શિવભક્તો ઉમટી પડશે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કરશે સાથે સાથે અહી બાળકો અને યુવાનોના મનોરંજ ન માટે ગ્રામ પંચાયત દ્વારા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ થનારા આયોજનમાં નાની મોટી વિવિધ રાઈડ,ચગડોળ તેમજ અન્ય સાધનો પણ ગોઠવવામાં આવશે .શિવરાત્રી મેળામાં ભક્તોની ભીડને ધ્યાને લઇ પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તો જરૂરી બંદોબસ્ત પણ ફાડવામાં આવ્યો છે તો લોકોની ભીડને ધ્યાને લઇ બે દિવસ સુધી ભારે વાહનોની અવર જવર પણ પ્રતિબંધ મુકવામાં આવશે . જેથી ભક્તોને હાલાકીનો સામનો ન કરવો પડે
રફાળેશ્વર ઉપરાંત મોરબીમાં આવેલા શોભેશ્વર મહાદેવા મંદિર, જ્ન્ગ્લેશ્વર મહાદેવ મંદિર,અગ્નેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર શંકર આશ્રમ મંદિર સહિતના અલગ અલગ શિવ મંદિરમાં તૈયારી ચાલી રહી છે અને શિવરાત્રીના દિવસે ભગવાન શિવને વિવિધ પ્રકારના લેપથી શણગાર કરવામાં આવશે અને તેમની પૂજા અર્ચના થશે મોરબીના શિવ મંદિરો માં ભગવાન શિવની ભક્તિ નાદ ગુંજશે

