મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં R ટાઈલ નામના ટાઈલ્સના ગોડાઉનમાં ગેર કાયદે કોડીન કફ શિરપના ગેર કાયદે હેરાફેરી કરવામાં આવતી હોવાની એલસીબીની ટીમની બાતમી મળી હતી આ બાતમી આધારે એલસીબીની ટીમે એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી સરકારી પંચને સાથે રાખી રવિવારે સાંજના સમયે દરોડો પાડ્યો હતો તે વખતે સ્થળ પરથી ટી એસ 06 યુબી 7789 નંબર ટ્રકમાંથી ચોખાની બોરીની આડમાં લેવાયેલ કોડીન યુક્ત કફ સીરપનો જથ્થો ગોડાઉનમાં ઠલવાઈ રહ્યો હતો જે બાદ એલસીબીની ટીમે 90 000 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો અને તેને સીલ કરી ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી એલસીબીની ટીમે સ્થળ પરથી મહારાષ્ટ્રના ઉસ્માના બાદ જિલ્લાના વતની ટ્રક ચાલક સરફરાજ રબ્બાની સૈયદ ક્લીનર મહમદ અબ્દુલ કરીમ હમ અબ્દુલ રહેમાન તેમજ ગોડાઉનના સંચાલક મનીષ મનીષ હરીભાઈ ઝાલાવડિયા નામના શખ્સની અટકાયત કરી હતી ઝડપાયેલા શખ્સની પૂછ પરછ કરતા આ માલ જેતપર ગામના વતની રવિ મહિપત કંડિયાએ મગાવ્યો હતો જયારે તો સાજેદા ટાઈલ્સ વાળા મૂળ ત્રિપુરાના શખ્સ મસુદ આલમ દ્વારા મોકલવામાં આવ્યો હોવાની કબુલાત આપી હતી આરોપીઓની કબુલાત આધારે એલસીબીની ટીમે પાંચેય આરોપી વિરુદ્ધ્દ એન ડી પીએસ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે સ્થળ પરથી 1.84 કરોડની કિંમતની 90 હજાર બોટલ બોરી, એક ટ્રક ,630 બોરી ચોખા,ત્રણ મોબાઈલ, રોકડ રકમ સહીત રૂ 2,04 56,200 નો મુદામાલ જપ્ત કર્યો હતો, આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં એન ડીપીએસ એક્ટ 8 સી , 21 સી,29 મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

