મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ બાબુલાલ વણોલ નામના પ્રોઢે તેના પુત્ર સંકેતને કામ ધંધો કરવા બાબતે કહેતા હોય પિતા દ્વારા આ બાબતે કહેતા એને લાગી આવ્યું હતું અને ખાખરાળા ખાતે આવેલાતેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી જે બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા
બીજી એક ઘટનામાં મોરબી તાલુકાના પંચાસર ગામમાં રહેતા ગીતાબા લગધીરસિંહ ઝાલા નામના ૬૫ વર્ષીય વૃધ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે કોઇ ઝેરી દવા પી લેતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું બનાવ અને તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
તો ત્રીજી આપઘાતની ઘટના વાંકાનેર તાલુકાના માટેલ ગામ પાસે આવેલા જોન્સન કારખાનામાં રહેતા મૂળ મધ્ય પ્રદેશમાં રહેતા સીતા અમ્બસિંહ આહિરવાડ નામની મહિલાના પતિ અમ્બસિંહ માનસિંહ આહિરવાડ માનસિક બીમાર હોય જેથી રખડતું ભટકતું જીવન જીવતા હોય કામ ધંધો કરતો ન કરતા હોવાથી એક વર્ષથી પોતાના માતા પિતાના ઘરે રહેવા આવી ગયેલ અને પોતાની જાતે પોતાના
રૂમે પંખામાં દુપટા વતી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

