HomeGujaratમોરબી જિલ્લામાં આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો દર બે દિવસે એક વ્યક્તિ કરે...

મોરબી જિલ્લામાં આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો દર બે દિવસે એક વ્યક્તિ કરે છે મોતને વ્હાલું

કુદરતે આપેલા માનવ જીવનને કેટલાક લોકો નાની મોટી મુશ્કેલી કે ઓછી સમજણના કારણે આપઘાત જેવું ગંભીર પગલું ભરી રહ્યા છે કેટલાક કિસ્સામાં આપઘાત કરનાર સમસ્યાનું સમાધાન વિચાર્યા વિના પગલું ભરી લેતા હોય છે અને તેની પાછળ તેનો આંખો પરિવાર બેસહારા બની જતો હોય છે મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે માત્ર ચાલુ વર્ષના બે મહિનાની સ્થિતિ જોઈએ તો જીલ્લામાં દર બે દિવસે એક વ્યક્તિ કોઈના કોઈ કારણસર મોત વહાલું કર્યું છે છેલ્લા 60 દિવસમાં 38 લોકોએ કોઈંને કોઈ કારણસર પોતાનું જીવન પૂરું કરી દેતા સમગ્ર સમાજ માટે આ એક ચિંતાજનક સ્થિતિ બની રહી છે

મોરબી જિલ્લામાં અચાનક આપઘાતની ઘટનામાં ઉછાળો આવી રહ્યો છે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર અલગ અલગ સ્થળોએથી અવાર નવાર નાની બાબતોમાં ફાંસો લગાવવાં ઝેરી દવા પી લેવા કે ડેમ કેનાલમાં કુદી જવાની ઘટના બની રહી છે તેમાં પણ છેલ્લા બે મહિનાની વાત કરીએ તો આ આંકડો ચિંતાજનક રીતે વધારો નોધાયો છે જિલ્લામાં છેલ્લા 60 દિવસ દરમિયાન અલગ અલગ કારણોસર 38 જેટલા લોકોએ જિંદગીથી કંટાળી મોતને વહાલું કરી લીધું હતું.મહિના મુજબ જોઈએ તો જાન્યુઆરી મહિનામાં 17 આપઘાતની ઘટના નોધાઇ હતી તો ફેબ્રુઆરી મહિનામાં આપઘાતની 21 ઘટના નોધાઇ હતી આપઘાત પાછળ મોટા ભાગના કેસમાં ઘર કંકાસ, પ્રેમ પ્રકરણ કે પારિવારિક કારણોસર ચિંતા અને તેના કારણે આ પગલું ભરી લેતા હોવાનું કારણ સામે આવતું હોય છે. 2024ના વર્ષના પ્રથમ દિવસે એક માતાએ તેની બે દીકરી સાથે મોતને વ્હાલું કરી લીધું હતું આં ઘટના પાછળ પુત્રના અવસાન બાદ તેના વિયોગમાં પગલું ભરી લીધું હતું તો આવી એક ઘટના મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે બની હતી જ્યાં એક યુવકે માતાના વિયોગમાં પોતાનું આયખું ટૂંકાવી લીધું હતું આપઘાત પાછળ અનેક વખત પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોવાનું સામે આવતું હોય છે પરિવાર કે સમાજના લોકો એક નહી થવા દે તેવા છુપા ભયથી મોતને પણ પ્રેમી પંખીડા એક સાથે દુનિયા છોડી પ્રેમ અમર દેવાની ઘેલછામાં પોતાના જીવ ખોઈ રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં વ્યાજખોરોનો આતંક જવાબદાર હોય છે ,મોરબી જિલ્લામાં આપઘાતના વધતી ઘટના ચિંતાનું કારણ બની રહ્યું છે ત્યારે આ ઘટના અટકાવવા ઉકેલ જરૂરી છે

શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં આપઘાત વધુ નોધાયા
મોરબી જીલ્લામાં વધી રહેલા આપઘાતનું કારણ ચિંતાજનક રીતે વધારો થયો છે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં આપઘાતનું પ્રમાણ વધારે હોય છે જોકે છેલ્લા બે મહિનાના આંકડા મુજબ મોરબી શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં આપઘાત કેસ વધ્યા છે મોરબી જિલ્લાના શહેરી વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં નોધાયેલા આંકડા મુજબ 13 લોકોએ આપઘાત કર્યા હતા તો ગ્રામ્ય વિસ્તારમાં બમણા જેટલા એટલે કે 25 નોધાયા છે આ ઉપરાંત આપઘાત કરનારની ઉમર મુજબ જોઈએ તો સૌથી વધુ આપઘાતનું પ્રમાણ 18થી 35 વયના લોકોનું પ્રમાણ વધારે રહ્યું છે

કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાજ્યમાં અચાનક આપઘાતની ઘટના વધી ગઈ હતી જે બાદ
રાજ્ય સરકાર દ્વારા આપઘાત ની ઘટના અટકાવવા હેલ્પ લાઈન શરુ કરવામાં આવી હતી અને નાગરિકોને આપઘાતના વિચાર આવે તો પહેલા આ હેલ્પ લાઈનમાં ફોન કરવા અને કાઉન્સેલિંગ મેળવવા અપીલ કરાઈ હતી જોકે આ હેલ્પ લાઈનની અસર જોવા મળી હોય તેમ હાલ વધી રહેલી આપઘાત ની ઘટનાથી લાગી રહ્યું નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW