મોરબી કલેકટર કચેરી રોડ પર આજે બપોર ના સમયે એક પર પ્રાંતીય મજૂરનું બાળક અચાનક વાહન હડફેટે ચડી જતા ઈજા ગ્રસ્ત થયું અક્સમાતને કારણે અચાનક ભીડ જામી હતી આં આં દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સંકલન બેઠક પૂર્ણ કરી ઘર તરફ જતા હતા તે દરમિયાન અકસ્માતની ઘટનાની જાણ થતાં તેઓએ તેમની ગાડી રોકાવી હતી અને તાત્કાલિક બાળકને પાસે આવેલા ખાનગી ક્લિનિક સુધી પહોંચાડવામા મદદ કરી હતી તેમજ તેની હાજરીમાં બાળકની સારવાર કરાવી હતી તેમજ બાળકની સ્થિતિ યોગ્ય છે તે અંગે માહિતી મેળવ્યા બાદ તેઓ રવાના થયા હતા કાંતિભાઇ અમૃતિયાની આં રીતે નાના બાળકને સારવાર માટે પોતે કરેલી ચિંતાને હાજર લોકોએ વધાવી લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

