શૈક્ષણિક કારકીર્દી માટે અગત્યની ગણવામાં આવતી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાને હવે માત્ર 15 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે એક તરફ છાત્રો પરીક્ષાની અંતિમ તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ખુદ શિક્ષણ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રમાં બોર્ડ પરીક્ષા શાંતિ પૂર્ણ હાલતમાં પૂરી કરવા અને લોકસભા ચૂંટણીની તૈયારી એમ બે તૈયારીમાં વ્યસ્ત છે હાલ મોરબી જિલ્લામાં પરીક્ષા સ્થળ બ્લોક તેમજ તેને લગતા સ્ટાફ ફાળવણી કરવામાં આવી ચુકી છે જોકે આ વખતની પરીક્ષામાં આશ્ચર્યજનક સ્થિતિ બની છે આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર છાત્રોમાં ઘટાડો નોધાયો છે ગત વર્ષ કરતા આ વખતે 14 16 છાત્રો ઓછા નોધાયા છે

ધોરણ 10માં આ પ્રમાણ વધારે છે ધોરણ 10ના 1042 છાત્રો ઓછા છે તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 652 છાત્રો ઘટી 72 57 છાત્રો નોધાયા છે

જોકે વિજ્ઞાન પ્રવાહના 278 ઉમેદવારો વધારો નોધાયો છે જિલ્લામાં ગત વર્ષે 1654 ઉમેદવાર નોધાયા હતા જે આ વર્ષે 1932 થયા છે આમ જોકે ધોરણ 10ના ઉમેદવારોમાં આટલા મોટા ઘટાડા પાછળ કારણ સામે આવ્યું નથી જોકે આ વધારા ઘટાડા પાછળ હાલ જે છાત્રો પરીક્ષા આપનાર છે તે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે હવે અગામી 11 મી જયારે પ્રથમ પ્રશ્ન પત્ર લેવાશે ત્યારે આ છાત્રોની સાચી કસોટીની શરુઆત થશે

ચાલુ વર્ષની પરીક્ષા કેન્દ્રની સ્થિતિ જોઈએ તો ધોરણ 10ના 12 765 છાત્રો માટે જિલ્લા 10 સેન્ટર ની 45 બિલ્ડીંગ ફાળવાઈ છે અને 442 બ્લોકમાં પરીક્ષા યોજાશે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 3 સેન્ટરના 9 બિલ્ડીંગ ફાળવાયા છે અને અ 9 બિલ્ડીંગ ના 99 બ્લોકમાં તમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4 કેન્દ્ર રહેશે અને 26 બિલ્ડીગના 239 બ્લોકમાં પરીક્ષા યોજાશે .

