પતાવી દેવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો 5 શખ્સ સામે ફરિયાદ
મોરબીમાં મિત્રો સાથે બહાર નાસ્તો કરવા ગયેલા યુવાનના એક મિત્રને કોઈ બાબતે ઝઘડો થતા તેના વચ્ચે સમાધાન કરવા વચ્ચે પડતા આરોપીઓએ બહારથી બીજા આરોપીઓને બોલાવી યુવક અને તેના મિત્ર પર છરી વડે હુમલો કરાવી ગંભીર ઈજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખાવની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા બનાવ અંગે યુવાને 5 આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,
મોરબીના બૌધનગર વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતા ગૌતમ મુળજીભાઈ સોલંકી નામનો યુવાન તેના બે મિત્રો રવી સાગઠીયા,પ્રકાશ મકવાણા અને ધ્રુવ મકવાણા સાથે નઝર બાગ પાસે આવેલી લારી પાસે નાસ્તો કરવા ગયા હતા આ દરમિયાન ધવલ પરમાર. રાહુલ બોસિયા અને અશ્વિન નામના નામના શખ્સ પણ જમવા આવ્યા હતા આ દરમિયાન ધ્રુવને ધવલ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેથી ગૌતમ અને પ્રકાસ વચ્ચે પડ્યા હતા અને ઝઘડાનું સમાધાનનો પ્રયાસ કર્યો હતો શોભેશ્વર રોડ પર આવેલા મૈત્રી ચા ની દુકાને ચા પી સમાધાન કરવા લઇ ગયા હતા તમામ લોકો ત્યાં બેઠા હતા તે દરમિયાન એકટીવામાં ઈરફાન મુસ્લિમ રોહિત ઉર્ફે ટકો પ્રજાપતિ અને અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતા અને પ્રકાશને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આડેધડ મારવા લાગ્યા હતા જેથી ગૌતમ અને રવી આડા પડી માર ન મારવા સમજાવતા આરોપીઓએ ગૌતમ અને રવી પર હુમલો કરતા ગૌતમ બચવા ફ્લોરા તરફ ભાગતા આરોપીઓએ તેનો પીછો કરી તેના પર તેના પર છરી વડે હુમલો કરી પગના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી બાદમાં પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ફરાર થઇ ગયા હતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા બનાવ અંગે ગૌતમભાઈએ ધવલ દીપકભાઈ પરમાર,ઈરફાન મુસ્લીમ, રોહિત ઉર્ફે ટકો પ્રજાપતિ, સાથે ધ્રુવ મકવાણા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે યુવકની ફરિયાદ આધારે પાંચેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીની શોધખોળ શરુ કરી હતી