મોરબીના સામા કાઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર ગામમાં રહેતા વિજય અરજણભાઈભાઈ અદગામાં નામના 30 વર્ષીય યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા પરિવારજનો યુવકને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી યુવકે ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા તજવીજ હાથ ધરી છે

