HomeGujaratમોરબીના અણીયારી પાસેથી કારમાં 376 બોટલ વિદેશી દારૂ લઈને આવેલા રાજસ્થાની શખ્સ...

મોરબીના અણીયારી પાસેથી કારમાં 376 બોટલ વિદેશી દારૂ લઈને આવેલા રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબી એલસીબીની ટીમ નાઇટ રાઉન્ડ થી કોમ્બિંગ કામગીરી કરતા તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ,ભરતભાઈ અને કોન્સ્ટેબલ દશરથસિંહને બાતમી મળી હતી કે જીજે 6 પી એચ 2112 નંબરની કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની અને તે અણીયારી ગામથી જેતપર તરફ આવતી હોય આ બાતમી આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને રોકાવી હતી અને તેની તલાસી લેતા તેમાં એક બે નહિ પણ 376 જેટલી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ મળી હતી જે બાદ એલસીબીની ટીમે કાર ચાલક નગારામ ભગવાન રામ ચૌધરીની અટકાયત કરી હતી અને તેની પાસેથી રૂ 1.37 લાખની કિમતની 376 દારૂની બોટલ. એક કાર મળી કુલ રૂ 8.76 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછ પરછ દરમિયાન ખાનપર ગામના યસપાલસિંહ ધનુભા જાડેજા રાજસ્થાનના જમારામ ઉર્ફે જગપાલ જેઠારામ પ્રજાપતિ તેમજ નરેશકુમાર મલાજી પઢીયારનું નામ ખુલતા તાલુકા પોલીસે ચારેય આરોપી સામે ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW