HomeGujaratમોરબી જિલ્લામાં કેન્સરના કેસ અટકાવવા જિલ્લા પંચાયતે અભિયાન હાથ ધર્યું,

મોરબી જિલ્લામાં કેન્સરના કેસ અટકાવવા જિલ્લા પંચાયતે અભિયાન હાથ ધર્યું,

મોરબી ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ડીડીઓ જે એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કેન્સર રોગની જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત મોરબી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી તાલુકાના સરપંચ તથા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિનાં ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ તથા અધિકારી/કર્મચારીઓએ હાજરી આપી હતી. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ થી કેન્સર નિષ્ણાંત ડો.દિવ્યેશ ગજેરા તથા મેડીકલ કોલેજ મોરબી નાં પ્રોફેસર કમ્યુનીટી મેડીસીન વિભાગ ના ડો.હિરેન સેખડા દ્વારા પ્રેઝેન્ટેશન નાં માધ્યમથી કેન્સર રોગ થવાના કારણો, તેની આર્થિક અસરો, શારીરિક અસરો, માનસિક અસરો.તેની સારવાર વગેરે બાબતોથી માહિતી આપી હતી. ત્યારબાદ મોરબી જિલ્લામાં કેન્સર રોગથી પીડિત દર્દીઓએ પોતાની આપ વીતી રજુ કરી હતી. જેમાં કેન્સર રોગની ભયાનકતા વિશે અને તમાકુના વ્યસનને કારણે આ રોગને તેઓ પોતે અને પોતાના કુટુંબ ને મુશ્કેલીનો સામનો કરવો પડે તે વિશે જણાવી તેઓને સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કોઈ પણ જાતના વ્યસન ન કરવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાન થકી લોકોને કોઈ પણ પ્રકારના વ્યસનથી દુર રહેવા માટે અપીલ કરી તથા દરેક સરપંચને પોતાના ગામમાં પંચાયતની ગ્રામ સભામાં વ્યસનમુક્ત ગામ બને તથા ગામના સરપંચ દ્વારા ગામ લોકોને વ્યસન મુક્તિ માટે સમજાવે તો ગામમાં દર વર્ષે ૫ લોકોને કેન્સર રોગ થતો અટકાવી શકાય તથા ગામમાં તમાકુના વેચાણ અટકાવવા માટે પ્રયત્નો કરવા જણાવેલ., ત્યારબાદ આ વર્કશોપમાં હાજર રહેલા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વ્યસન મુક્તિ અંગેનો શપથ લેવડાવાયા હતા આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW