HomeGujaratમોરબીના ઘુટુમાં શંકાસ્પદ પ્રવાહી ઠાલવવા આવેલા ટેન્કર પર જનતા રેડ,કેમિકલ યુક્ત પ્રવાહી...

મોરબીના ઘુટુમાં શંકાસ્પદ પ્રવાહી ઠાલવવા આવેલા ટેન્કર પર જનતા રેડ,કેમિકલ યુક્ત પ્રવાહી હોવાનો આક્ષેપ

મોરબીના ઘુટુ ગામની સીમમાં સોમવારે મોડી રાત્રે એક ટેન્કરમાંથી શંકાસ્પદ પ્રવાહી ઠલવાતું હોવાની જાણ થતાં ગ્રામજનો દોડી ગયાં હતાં અને જનતા રેડ કરી હતી ટેન્કર પકડી પાડ્યું હતું જોકે લોકોને આવતાં જોઈ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.જ્યારે બીજો એક શખ્સ ઝપટે ચઢી જતાં તેની પૂછપરછ કરતાં હળવદ માંથક તરફથી આવ્યા હોવાનુ જણાવ્યું હતું જે બાદ ગ્રામજનો ટેન્કર લઇ ગ્રામ પંચાયત પાસે લાવી રોકાવી હતી. ઘટનાની જાણ થતાં જીપીસીબી ના અધિકારી સ્થળ પર દોડી ગયા હતા અને સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જોકે આ પ્રવાહી કેમિકલ યુક્ત છે કે નહિ તે અંગે કોઈ સતાવાર માહિતી મળી નથી.જોકે ઘૂટુ ગામમાં અવાર નવાર કેમિકલ યુક્ત પ્રવાહી ફેંકવામાં આવતાં હોવાની ફરીયાદ ઉઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW