મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSEનાં પ્રિન્સિપાલ દીપા શર્માને તાજેતરમાં 10 મી એજ્યુકેશન લીડરશીપ સમીટ- 2024 માં બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ એનાયત કરવા માં આવ્યો છે. ARDOR COMM Media in association with Linked in દ્વારા આયોજીત આ સમિટમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલે ભાગ લીધેલ હતો તેમાં જુરી દ્વારા મોરબી નાં પ્રિન્સિપાલની વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. મોરબી OSEM CBSE સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્માને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડના ચેરમેન ડો. વિનય એસ. પુરાણીના હસ્તે એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો. સમગ્ર મોરબીના શિક્ષણ જગતના ગૌરવ સમાન તેમની આ સિધ્ધિ બદલ મોરબી OSEM CBSEના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ અભિનંદન સહશુભકામનાઓ પાઠવી છે.