મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલા કમલ કારખાનાની બાજુમાં કોલસાનો ડેલો શરુ કરી તેમાં કોલસાનું ગેર કાયદે વેચાણ થતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી અને તેના આધારે તાલુકા પોલીસ મથકના પી આઈ કે એ વાળા અને તેમની ટીમના પીએસ આઈ બી એમ બગડા અને સ્ટાફને બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.અને સ્થળ પરથી એક શંકાસ્પદ ટ્રક મળી આવ્યો હતો જેથી તે ટ્રકના ચાલક પાસે તેની બીલ માગવામાં તે બીલ મુજબ નવલખી પોર્ટથી સાદુંળકા લઇ જવાનો હતો પરંતુ આરોપીએ તે સ્થળે લઇ જવાના બદલે પોતાના આર્થિક ફાયદા માટે ટ્રકમાંથી કોલસાની ચોરી કરી નવઘણ બાલાસરાને વેચતા હોવાની કબુલાત આપી હતી જે બાદ પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક જીવરાજ વિઠ્ઠલ સાંથલીયા તેમજ લોડર ચાલક રાકેશ સાવરા વાસુનીયા નામના શખ્સો ઝડપી લીધા હતા બન્ને ની પૂછ પરછ કરતા ગેર કાયદે કોલસા વેચાણનો કારોબાર ચલાવનાર તરીકે નવઘણ જશાભાઈ બાલાસરાનું નામ ખુલ્યું હતું જે બાદ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્દ્ધ ગુન્હો નોધવામાં આવ્યો હતો બનાવ બાદ પોલીસે સ્થળ પરથી જીજે 36ટી 999 4 નંબર નો ટ્રક જીજે 36 એસ 1279 નંબરનું લોડર તેમજ 43.73 મેટ્રિક ટન ઇન્ડો એશિયન કોલસો,22 મેટ્રિક ટન કોલસાની ભૂકી સહીત રૂ 23.05 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

