HomeGujaratમોરબી પાલિકા બાકી વેરો વસુલવાં જાગી,1200 આસામી સપ્તાહમાં વેરો નહી ભરે તો...

મોરબી પાલિકા બાકી વેરો વસુલવાં જાગી,1200 આસામી સપ્તાહમાં વેરો નહી ભરે તો થશે મિલ્કત સીલ થશે

મોરબી નગર પાલિકા 10 મહિના સુધી સુસ્ત ગતિએ વેરો વસુલાત કર્યા બાદ હવે વેરો વસુલાત કરવા કડક કાર્યવાહી શરુ છે અને આગામી 31 માર્ચ પૂર્વે પાલિકા બાકી વેરા માંથી મોટી રકમ બાકી છે તેવા આસામીઓ પાસેથી વેરાની રકમ વસુલ કરવાનું આયોજન હાથ ધર્યું છે  મોરબી પાલિકા દ્વારા ચીફ ઓફિસર સુશીલ પરમાર ની આગેવાનીમાં  બે વર્ષ કે તેથી વધુ વર્ષ મિલ્કત વેરા ભરવામાં ન આવ્યા  અથવા તેની મિલકત વેરાની રકમ હોય તેના વેરા વસુલ  કરવા નોટિસ ફટકારવા અંગે ની  કાર્યવાહી હાથ ધરી છે.જે અંતર્ગત મોરબી નગરપાલિકામાં નોંધાયેલા 75 હજાર મિલકત ધારકો પૈકી 65 મિલકત ધારકો વેરો ભરપાઈ કરવા અંગેની રિમાઇન્ડર  નોટિસ ફટકારવામાં આવી હતી જે પૈકી 4000 મિલકતધારકોને આખરી નોટિસ બજાવી છે તો 1200 મિલકત ધારકોને મિલકત જપ્તી અંગેની આખરી નોટિસ ફટકારવામાં આવી છે  સાથે સુચના પણ આપી છે કે નોટીસ મળ્યાથી  એક સપ્તાહમાં તમનો બાકી વેરો વેરો ભરપાઈ નહી કરે તો તેમની મિલકત સીલ કરવામાં આવશે અને  પાલિકા ચીફ ઓફીસર સુશીલ પરમારે જે પણ મિલકત ધારકોએ  તેમનો વેરો ભરપાઈ નથી કર્યો તેને 31 માર્ચ પહેલા ભરપાઈ કરવા અપીલ કરતા જણાવ્યું હતું કે મોરબી વાસીઓ દ્વારા શેહરની સુખાકારી અને વિકાસ કામ ઝડપી થાય તે માટે પાલિકા પાસે પૂરતું ભંડોળ જરૂરી હોવાથી જે પણ મિલકત ધારકો એ વેરો નથી ભર્યો તેમને વેરો ભરવા તાકીદ કરાઈ છે મોરબી પાલિકા દ્વારા  જે પણ મિલ્કત ધારકો ઓ દ્વારા 50 હજાર કે તેથી વધુ વેરો બાકી છે  જેમાંથી જે મિલકત ધારકોની રકમ મોટી હશે તેની મિલકત જપ્ત કરવાની  કામગીરી હાથ ધરવામાં આવશે તે માટે  2 ટીમ બનાવવમ આવી છે અને જરૂર પડ્યે વધુ ટીમ બનાવશે અને મિલકત જપ્તી અંગે નોટીસ આપવા છતાં વેરો ભરવા નહી આવે તેની મિલકત સીલ કરવમ આવશે તેમ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW