હળવદ શહેરમાં જીઆઇડીસી પાસે શ્રમિક પરિવારો કાચા પાકા મકાન બનાવીને જીઆઇડીસીમાં રોજગારી મેળવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે આજે બપોરે કોઈ કારણસર એક શ્રમિક પરિવારના ઝુંપડામાં ઓચિંતિ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા શ્રમિક પરિવારના ઘરવખરી સમગ્ર બળીને ખાખ થઈ ગઈ છે જ્યારે બનાવ અંગે સામાજિક કાર્યકર વિજયભાઈ ભરવાડે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોવિંદભાઈ ભુરાભાઈ રાજપુતની ઝુપડીમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.તો સાથે બે ગેસ સિલિન્ડર પણ સુરક્ષિત રીતે બહાર કાઢી પરીવારજનોને સોંપ્યાં હતાં જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ શ્રમિક પરિવારનો આશરો બળીને ખાખ થયો તો સાથે ઘરવખરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

