ઇન્ડિયા એકઝેટ ન્યુઝ 12ફેબ્રુઆરી
મોરબી તાલુકાના નાની વાવડી અને બગથળા ગામની વચ્ચે આવેલા હનુમાન મંદિર પાસે આજે સાંજે પરિણીત પ્રેમી યુગલે પહેલા ઝેરના પારખા કરી બાદ સજોડે અગ્નિસ્નાન કરી લેતા પરણીતાનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવતા અરેરાટી મચી ગઇ છે. જ્યારે યુવકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જો કે ભડિયાદ ગામે રહેતા આ યુગલ વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ સમાજ અને પરિવારજનો એક નહિ થવા દે તેવા ડરથી પરણીતા યુગલે સજોડે આત્મઘાતી પગલું ભર્યાનું અનુમાન છે.મોરબીના નાની વાવડી ગામથી બગથળા જતા રસ્તે આવેલા હનુમાન મંદિર પાસે આજે સાંજના સમયે સંગીતાબેન દેવજીભાઈ પરમાર (ઉ.વ. ૨૯) અને જ્યોતીન્દ્ર રજનીકાંત નાગર (ઉ.વ.૨૪) નામના પરણીત પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી લીધા બાદમાં બંનેએ પેટ્રોલ છાંટીને જાત જલાવી લેતા ગંભીર રીતે દાઝી જવાથી સંગીતાબેન દેવજીભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. આથી તેમના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે જ્યોતિન્દ્ર રજનીકાંત નાગરને પણ હાલ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે મૃતક પરિણીતા એક સંતાનની માતા હોવાનું અને મોરબીના ભડિયાદ ગામે રહેતી હોવાનું તેમજ જ્યોતીન્દ્ર રજનીકાંત નાગર પણ ભડીયાદ ગામે જ રહેતા અને મિનરલ વોટરમાં કામકાજ કરતો અને પરણીત હોવાનું તેમજ બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયા બાદ સમાજ અને પરિવારજનો આ સંબંધ નહિ સ્વીકારે તેવું માનીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તારણ છે. આ માંમલે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબીમાં હજુ બે ત્રણ દિવસ પહેલાં જામનગરના યુવક અને અમદાવાદની યુવતીએ પરિવાર એક નહિ થવા દે તેવા ડરથી નર્મદા કેનાલ કૂદી આપઘાત નો પ્રયાસ કર્યો હતો આં બનાવમાં યુવક નું મોત નિપજ્યું હતું જોકે યુવતી ને પરિવાર જનોએ બચાવી લીધા હતા.

