મોરબી તાલુકાના વીર પરડા ગામની હદમાં આવેલા ઓમ બન્ના હોટેલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે સાંજે દરોડો પાડીને ડીઝલ ચોરીનું મસ મોટું કૌભાડ ઝડપી પાડ્યું હતું.આં બનાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબી જિલ્લા પોલીસ મથકમાં હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા આરોપી ભરત પરબતભાઇ મીયાત્રા, ટેન્કર ચાલક શક્તિસિંહ મધુભા જાડેજા રાજેશ ઉર્ફે રાજુ દેવાભાઇ ખુંગલા સહિત 9 આરોપીને ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જે પૈકી પોલીસે ત્રણ આરોપીના રિમાન્ડ ની માંગણી કરી હતી. જે બાદ પોલીસે ભરત મીયાત્રા,રાજેશ ઉર્ફે રાજુ ખુંગલા અને શકિત સિંહ જાડેજા ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જયારે બાકીના ૬ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા

