HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં સીલીન્ડર બંધ ન થતા ગેસ લીકેજ...

મોરબીમાં રહેણાંક મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં સીલીન્ડર બંધ ન થતા ગેસ લીકેજ જવાબદાર હોવાનું તારણ,

મોરબીશહેરના ઉમા રેસીડન્સી 2 વિસ્તાર માં આવેલા રહેણાંક મકાનમાં સવારે જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી ઘટનામાં કાનાભાઈ ગરચર તેમની પુત્રી ક્રિષા તેમજ વૈશાલીબેન ગરચર એમ ત્રણ લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ એ ડીવીઝન પોલીસ સ્ટાફ અને એફ એસ એલ સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ થયો હતો શરુઆતમાં આ ઘટના પાછળ ગેસ ગીઝર લીકેજ થવાના કારણે થયા હોવાની વાત વહેતી થઇ હતી સ્થાનિક લોકો અને પોલીસ પણ શરુઆતમાં આ એન્ગલથી તપાસ શરુ કરી હતી જોકે એફ એસએલની ટીમ દ્વારા તપાસ માટે સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં ગેસ ગીઝર લીકેજ અંગે કોઈ માહિતી સામે આવી નથી પરંતુ પહેલા માળે રાખવામાં આવેલા ગેસ સીલીન્ડર રાત્રી દરમિયાન ચાલુ રહી જતા આંખો ગેસ ઘરમાં પ્રસરી ગયો હતો અને ત્યાર બાદ સવારે પ્રેશર સર્જાયું હતું પ્રેશર એટલી હદે વધી ગયું હતું કે ધડાકા સાથે બહાર નીકળી ગયું હતું જેના કારણે પ્રચંડ ધડાકો થયો હતો જેનો અવાજ દુર દુર સુધી સંભળાયો હતો

જોકે આ ઘટના અંગે એફ એસ એલના ફાઈનલ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે અને ફાઈનલ રીપોર્ટ મળ્યા બાદ જ ઘટનાનું સંપૂર્ણ સત્ય સામે આવી શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW