HomeGujaratમોરબીમાં આન બાન શાનથી થશે.75મી પ્રજાસતાક પર્વની ઉજવણી,જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ...

મોરબીમાં આન બાન શાનથી થશે.75મી પ્રજાસતાક પર્વની ઉજવણી,જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ખાખરેચીમાં યોજાશે

દેશ આવતીકાલે 75મો પ્રજાસતાક પર્વ ઉજવણી કરશે દેશ આઝાદ થયા બાદ દેશમાં પ્રજાતંત્ર લાગુ થયાને 75 વર્ષ જેટલો સમય થયો છે અને દર વર્ષે ગ્રામ પંચાયતથી દિલ્હીના લાલ કિલ્લા સુધી ઠેર ઠેર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજાસતાક પર્વની ઉજવણીની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સાર્વજનિક પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે અને પરેડની સલામી ઝીલશે બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારી અને સેવાકર્મીઓને પણ બીરદાવવામાં આવશે.

આ ઉપરાંત મોરબી તાલુકા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે જેમાં ડે કલેકટર શુશીલ પરમારના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત મોરબી નગરપાલિકા કચેરી, જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, મોરબી જિલ્લા કોર્ટ તેમજ અલગ અલગ કચેરી તેમજ શાળાઓ કોલેજ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવશે.

મોરબી તાલુકો કક્ષાનો કાર્યક્રમ ડાયમંડનગર ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાશે. ટંકારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ હરબટીયાળી ગામની પ્રાથમિક શાળા તો વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરતાનપર ગામની પ્રાથમિક શાળામાં યોજાનાર છે. ઉપરાંત હળવદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ દેવીપુર ગામે પ્રાથમિક શાળામાં યોજાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા તેમજ તમામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW