મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા જીવણભાઇ ખીમાભાઇ કુંભારવાડીયા નામના આધેડે સ્કાયમોલમાં ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ રાજુ સિક્યુરીટી ગાર્ડ તેમજ જયેશ રબારી અને વાલ્વા ધર્મેશ સામે સીસીટીવી કેમેરામાં તોડફોડ કરવામાં આવી હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી
થોડા દિવસ પહેલા સ્કાય મોલ પાસે આવેલ એક કોમ્પ્લેક્ષ બહાર ત્રણ જેટલા શખ્સ સીસીટીવી કેમરા પર લાકડી મારી તોડફોડ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે ઘટનામાં પોલીસે હવે ફરિયાદ નોધી આરોપીઓની શોધખોળ કરી છે

