અયોધ્યા ની અંદર ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ની હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમો તેમજ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રંગોળીઓ નગરી સજાવટ તેમજ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ક્યાંક રંગોળી તો ક્યાંક પોતાના મકાનોની સજાવટ કરવામાં આવી રહી છે
હવે ગણતરીની કલાકો જ બાકી છે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને ત્યારે મોરબીમાં લગ્ન કરી અને ઘરે પહોંચે પહેલા જ નવદંપતીએ ભગવાન રામલલાની રંગોળી બનાવી અને કલર પુર્યો હતો. આમ તો સમગ્ર દેશની અંદર અનેક જગ્યાઓ પર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉત્સાહભેર કાર્યક્રમો તેમજ નગરીઓ સજાવવા લાગી છે ત્યારે મોરબીના ગોકુળ મથુરામાં લગ્ન કરી અને ઘરે પહોંચે તે પહેલા જ પોતાના પટાંગણ ની અંદર ભગવાન શ્રીરામની રંગોળી બનાવી હતી તેમાં કલર પૂરી અને આ નવદંપતીએ ધન્યતા અનુભવી હતી

આમ તો ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીના ગોકુળ મથુરા સોસાયટીમાં રહેતા સાધનાબેન તથા મહેશભાઈ રામભાઈ વરસોલા ના સુપુત્ર ચી. રાહુલ ના શુભ લગ્ન ધરમપુર હાલ મોરબી નિવાસી ભાવનાબેન તથા વિનોદભાઈ મૂળજીભાઈ માકાસણા ની સૂપુત્રી ચી. જીન્કલ લગ્ન કરી અને ગોકુળ મથુરામાં પોતાના ઘરે પરત ફરતા પોતાના પટાંગની અંદર ભગવાન શ્રીરામની રંગોળી બની રહી હતી તેમાં પોતે પણ ઉત્સાહભેર આ રંગોળીની અંદર કલર પુરી અને ધન્યતા અનુભવી હતી

