અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે શેરી મહોલ્લા ઘર સોસાયટી શાળા કોલેજ ઓફીસ ઠેર ઠેર શણગારકરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના કેનાલ રોડ પાસે આવેલી નિર્મળ વિદ્યાલયની ધોરણ નવ સવાર પાડીના વિદ્યાર્થીનીઓ ખુશી, પ્રાચી, પ્રીતવા , રાહી ,માર્ગી, જલરી, ધર્મી તથા આપણા વાલી વૈશાલીબેન વગેરેએ ભગવાન રામ અને માતા જાનકી તેમજ નવ નિર્મિત રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી હતી

આ ઉપરાંત શાળાના સંચાલક નીલેશભાઈ કુંડારીયા દ્વારા તેમના ઘરમાં પણ ભગવાન રામ તેમજ સીતા માતાની રંગોળી તૈયાર કરી હતી તો તેમના પરિવારની દીકરી વૈદહી દ્વારા માતા સીતા તેમજ રામ ભક્ત શબરીની વેશભુષા ધારણ કરી ભગવાન રામનું સ્મરણ કર્યું હતું


