HomeGujaratરામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું અમૃત વાટિકા સોસાયટીમાં સામૈંયું અને સ્વાગત કરાયું

રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું અમૃત વાટિકા સોસાયટીમાં સામૈંયું અને સ્વાગત કરાયું

હાલ સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે મોરબી પણ આગામી 22,જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી જોવા મળી રહી છે, વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે. ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર અમૃત વાટિકા સોસાયટીના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓ દ્વારા સામૈયુ પણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અક્ષત કળશને વાજતે ગાજતે અવની ચોકડીથી ધૂન ભજન ગાઈ,રાસ રમતા સોસાયટીના ચોકમાં લઈ જવામાં આવ્યો હતો.ચોકમાં શ્રીરામને સમર્પિત ભવ્ય રંગોળી તથા દીવડાથી સજાવવામાં આવ્યો હતો.નાના ભૂલકા થી માંડી મોટી વયના વૃદ્ધઓ પણ રામધૂનમાં તલ્લીન થઈ ગરબે ઘૂમ્યા હતા.અંતે રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશની આરતી ઉતારી અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW