મોરબીના ચાચાપરમાં આવેલા એકતા પોલીપેક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લાના સુપાધાર ગામના વતની દિલીપ રાજકુમાર શહા નામનો યુવક ગત તા 11 ના રોજ ફેકટરીના ક્વાર્ટર ની છતમાં મોબાઈલ પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ગંભીર રીતે ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

