સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા” એ સૂત્ર ને સાર્થક કરી દેશ બાંધવોની નિસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.આપણા સૌનો આ સેવા યજ્ઞ હરહંમેશ પ્રજવલિત રહે તેવા શુભ આશયથી સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્વચ્છતા કર્મી પરિવારજનો ના બાળકો તથા સ્વરછતા કર્મી બંધુઓ ને સન્માનિત કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. આ સન્માન સમારોહ તા.13/01/2024 ને શનિવારે બપોરે 3:00 વાગ્યે થી 6:00 વાગ્યા સુધી મોરબી નગરપાલિકા કોમ્યુનિટી હોલ,સરદાર બાગ પાછળ, બ્રહ્માકુમારી ભવનની બાજુમાં,શનાળા રોડ,મોરબી ખાતે યોજાશે,આ સમારોહમાં સામાજિક સમરસતા મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક ,જતીનભાઈ નાણાવટી નું પ્રેરક ઉદબોધન તથા આશિર્વચન કબીર આશ્રમ – રોહીદાસપરાના મહંત કરશનદાસ બાપુ દ્વારા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં મોરબી એલસીબી પી આઈ દિપકભાઈ ઢોલની ઉપસ્થિતિ રહેશે.આ કાર્યક્રમમાં પ્રવિણભાઈ ધોળકીયા (પ્રમુખ ડો હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ) તથા વિપુલભાઈ અઘારા (મંત્રી ડો હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ) ઉપસ્થિત રહેશે એમ દિનેશભાઇ વિડજા ( સંયોજક મોરબી જિલ્લા – સામાજિક સમરસતા) ની યાદીમાં જણાવેલ છે.

