મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા નઝરબાગ રેલ્વે સ્ટેશનથી જુના રફાળેશ્વર રોડ તરફ જતા માર્ગ પર એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી બાળકની ઓળખ મેળવવા તેમજ તેના મોતનું કારણજાણવા તજવીજ હાથ ધરી છે
બનાવની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નઝરબાગ રેલ્વે સ્ટેશનથી જુના રફાળેશ્વર તરફ જતા માર્ગ પરથી બુધવાર સવારના સમયે અચાનક એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત્તદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી બાળકની ઓળખ મેળવા અને આ સ્થળે કેવી રીતે પહોચ્યું તે અંગે તપાસ હાથ ધરી હતી

