સિંચાઈ માટે પાણી છોડવાની ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ હળવદના બ્રાહ્મણી ડેમમાંથી મંગળવારે મોડી રાત્રે એક દરવાજો 4 ઇંચ ખોલવામાં આવ્યો હતો અને પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા 9 ગામ જેમાં સુસવાવ,કેદારીયા,મયુરનગર,રાયસંગપુર,ચાડધ્રા, ટીકર, માનગઢ, અજિતગઢ, મિયાણી સહિતના ગામોને કરાયા એલર્ટ કર્યા હતા અને નદીના પટમાં અવર જવર ન કરવા અપીલ કરી હતી પાણી છોડવાના કારણે બ્રાહ્મણી નદીમાં નવા નીર આવ્યા હતા અને નાના મોટા ચેકડેમમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી

