HomeGujaratમોરબીના બગીચાઓની હાલત દયનીય શિયાળામાં કસરત માટે જવા જેવાં પણ ન રહ્યાં

મોરબીના બગીચાઓની હાલત દયનીય શિયાળામાં કસરત માટે જવા જેવાં પણ ન રહ્યાં

હાલ શિયાળો બરાબર જામ્યો છે.ઠંડીની મજા માણવા ની સાથે સાથે કેટલાય યુવાનો આરોગ્ય બહેતર બનાવવા કસરત કરતા હોય છે.તો વડીલો યોગાસનો અને કસરત કરવા બાગ બગીચા અગત્યના હોય છે પરંતું મોરબીમાં હાલ ઍક પણ બગીચાની સ્થિતિ એવી નથી રહી કે લોકો વહેલી સવારે કસરત કરવા જઈ શકે તો દિવસ દરમિયાન પણ બાળકો રમી શકે તેવા સાધનો પણ રહ્યા નથી કેસર બાગની હાલત તો એવી છે કે હાલ બ્રિજ નિર્માણ કામ ચાલુ હોવાથી ત્યાં અંદર જવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે શહેરમાં વ્હેલી તકે બગીચાઓની સ્થિતિ સુધારો થાય તે જરૂરી છે

મોરબી નગર પાલિકાએ સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા છે. એ ગ્રેડ ની નગર પાલિકા સુવિધાની બાબતમાં ડી ગ્રેડ ની હોય તેવી સ્થિતિ બની ગઈ છે પાલિકા વિસ્તારમા તો ટાઉન પ્લાનિંગ શું છે કોઈને ખ્યાલ જ નથી આડેધડ ખડકાતા બાંધકામથી દિન પ્રતિદિન પાર્કિંગ સમસ્યા વધુને વધુ પડકાર જનક બની રહી છે તો શહેરમાં ફરવા લાયક સ્થળો પણ રહ્યા નથી. ગાર્ડન ની સ્થિતિ જોઈએ તો જાણે શહેરની ડમ્પીંગ સ્ટેશન હોય તેમ કચરાનાં ઢગ ખડકાયેલા છે. શહેરના આજથી ચાર વર્ષ પહેલાં સૂરજ બાગ અને કેસરબાગનું રીનોવેસન કરવામાં આવ્યું હતું તે પણ હાલ ભંગાર સ્થિતિમાં પહોચી ગયા છે. બગીચામાં નિયમિત સફાઈ થતી નથી.બગીચામાં મુકાયેલ એક પણ કચરા પેટી હાલ હયાત નથી મોટાં ભાગની પેટી ચોરાઈ ગઈ છે અથવા તો તૂટી ગઈ છે. બાંકડા પણ તૂટી ગયા છે. રમત ગમતના સાધનોની વાત કરીએ તો આ બાળકોને આનંદિત કરે કે ન કરે પણ જીવલેણ ઇજા પહોંચાડે તેવા જરૂર થઈ ગયા છે. મોરબી નગરપાલિકાનાં ગાર્ડન સમિતિના ચેરમેન હોય કે ચીફ ઑફિસર કે પછી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એક પણ પદાધિકારી કે અધિકારીએ ક્યારેય બગીચાની મુલાકાત લીધી નથી.જો એક પણ વાર બગીચાની સ્થિતિ જાણવા ગયા હોય તો આવી સ્થિતિ ન સર્જાય હોય
હાલ શિયાળો ચાલુ હોય અને દર વર્ષે લોકો પોતાનાં આરોગ્ય બહેતર બનાવવા કસરત માટે તેમજ યોગા માટે આવતા જતા હોય છે પરંતું હાલ સ્થિતિ એટલી હદે ખરાબ છે કે લોકો કસરત કરવા માટે પણ આવન જાવન બંધ થઈ ગઈ છે..છેલ્લા વર્ષોમાં પાલિકાના સતાધિશો એક પણ સારું ફરવા લાયક સ્થળ આપી શક્યા નથી અને જે છે તેની પણ સારી સાર સંભાળ ન રાખતા સ્થિતિ ખરાબ થતી જાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW