મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા વિશાલ ફર્નીચર પાસે ગઈકાલે ફેક્ટરીથી કામ પૂર્ણ કરી યુવાન ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એક ટ્રકે બાઈકને ઠોકર મારતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા સિરામિક નામની ફેકટરીમાં મજુરી કામ કરતા મૂળ પશ્વિમ બંગાળના વતની સુબ્રતાદાસ સુભાષચંદ્ર દાસ નામનો યુવાન રોયલ ટચ સિરામિકમાંથી કામ પૂર્ણ કરી જીજે 36 એએ 8447 નંબરનું બાઈક લઈને ઘરે પરત ફરતો હતો તે દરમિયાન મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા વિશાલ ફર્નીચર પાસે જીજે 36ટી 4071 નંબરના ટ્રકે પાછળથી ઠોકર મારી હતી ઘટનામાં સુબ્રતાદાસને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અક્સમાંત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

