મોરબી જીલ્લામાં સિંચાઈની સુવિધા વધારો થતા હવે ખેડતો વર્ષમાં બે થી ત્રણ પાક લઈ રહ્યા છે તેમાં પણ શિયાળુ પાકના વાવેતર વિસ્તાર પણ છેલ્લા વર્ષોમાં વધ્યો છે ચાલુ વર્ષે જીલ્લામાં શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થઇ ગયું છે તો કેટલાય ખેડૂતોએ વહેલું વાવેતર કરતા પાકમાં સારો એવો વિકાસ પણ જોવા મળી રહ્યો છે મોરબી જીલ્લાની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વર્ષે રવી પાકમાં ઘઉં ચણા જીરું રાઈ વરીયાળી અને ધાણાના પાકનું વાવેતર થતું હોય છે છેલ્લ્લા કેટલાક વર્ષોમાં જીલ્લામાં રવી પાકમાં ચણા અને ઘઉંનું વાવેતર વધુ થતું હતું જોકે ગત વર્ષે રાજ્યના કેટલાય જીલ્લામાં કમોસમી વરસાદના કારણે જીરું પાકને નુકશાન થયું હતું જોકે મોરબી જીલ્લામાં કમોસમી વરસાદની અસર ઓછી હોવાના કારણે જીરૂનું સારું એવું ઉત્પાદન થયું હતું બીજી તરફ બજારમાં ભાવ પણ રેકોર્ડ બ્રેક મળતા અનેક ખેડૂતોની આખા વર્ષની કમાણી એક સિઝનમાં થઇ ગઈ હતી ત્યારે આ વર્ષે પણ સારા ભાવની આશાએ ખેડૂતોએ જીરુંનું બમ્પર વાવેતર કર્યું છે 26 ડીસેમ્બરની સ્થિતિએ મોરબી જીલ્લામાં કુલ 160 100 હેકટરમાં રવી પાકનું વાવેતર થયું હતું જેમાં સૌથી વધુ હિસ્સો જીરુંનો છે જીલ્લામાં 72,200 હેકટરમાં જીરુંનું વાવેતર પૂર્ણ થઇ ગયું છે આ વાવેતર ગત વર્ષ કરતા લગભગ ત્રણ ગણું છે જેની સામે ચણાનું વાવેતર અડધું થઇ ગયું છે ગત વર્ષે જીલ્લામાં 27,500 હેકટરમાં ચણાનું વાવેતર હતું જયારે ચાલુ વર્ષે માત્ર 14.400 હેક્ટર સુધી સીમિત રહ્યું ચેહ આવી સ્થિતિ ઘઉંની છે ઘઉંમાં પણ ગત વર્ષે 41,100 હેકટરમાં વાવેતર થયું હતું જે આ વર્ષે ઘટીને 30,700 હેક્ટર જ થયું છે ઘઉંના વાવેતરમાં 10 હેક્ટરનું વાવેતર ઘટ્યું છે
| જિલ્લામાં વાવેતરની સ્થિતિ | |||
| પાક | ડીસેમ્બર 2023 | ડીસેમ્બર 2022 | વધારો/ઘટાડો |
| ઘઉં | 30700 | 41100 | -25.30 |
| ચણા | 14100 | 27500 | -48.73 |
| રાઈ | 3600 | 9200 | -60.87 |
| જીરું | 72200 | 26800 | 169.40 |
| ધાણા | 3700 | 7500 | -50.67 |
| લસણ | 1900 | 1400 | 35.71 |
| વરીયાળી | 14700 | 4700 | 212.77 |
| ડુંગળી | 1500 | 2100 | -28.57 |
| શાકભાજી | 1500 | 1600 | -6.25 |
| ઘાસચારો | 16300 | 9500 | 71.58 |
| કુલ | 160100 | 131900 | 21.38 |
ચાલુ વર્ષે જીરું પાકના વાવેતરમાં વધારો થવાનું સૌથી મોટું પરીબળ ગત વર્ષે જીરુંના પાકમાં મળેલો ભાવ વધારો જવાબદાર છે આ ઉપરાંત આ વર્ષે કમોસમી વરસાદનું પ્રમાણ ખુબ ઓછું રહ્યું છે અને જીરુંના પાક માટે અનુકુળ વાતાવરણ રહેતા ખેડૂતોએ તેના વાવેતર પર ભરોસો કર્યો છે

