રાજ્ય સરકાર દ્વારા સિરામિક ઉધોગના વિકાસ માટે જાંબુડિયા અને પાનેલી ગામમાં આધુનિક જીઆઈ ડીસી નિર્માણની જાહેરાત કરી હતી જેના આધારે કલેકટર દ્વારા જાંબુડીયા ગામની સર્વે નબર 140 પૈકી 1 અને પાનેલી ગામની સર્વે નંબર 146 પૈકી 2 જમીન ફાળવવામાં આવી છે આ જમીન પર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ અને માળખાગત સુવિધા અંગે જવાબદારી સોપવામાં આવી છે જોકે આ પ્લોટીંગને લઇ જાંબુડીયા અને પાનેલી ગ્રામ પંચાયતમાંથી વિરોધનો વંટોળ શરુ થયો બન્ને કામની પંચાયત સમીતી દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી પોતાના વાંધા વિરોધ રજુ કર્યા છે ગ્રામ પંચાયત સમિતિ દ્વારા કરાયેલા રજૂઆત મુજબ મોરબી જીલ્લા મહેસુલ વહીવટી તંત્રએ પાનેલી ગ્રામ પંચાયત કે જાંબુડિયા ગ્રામ પંચાયતની જે મંજુરી લેવી જોઈએ તે મંજુરી લીધી નથી કે બંને ગામની ગ્રામ સભાનો ઠરાવ પણ લીધો નથી, પ્રાદેશિક મેનેજર જી.આઈ.ડી.સી દ્વારા લગત બંને ગ્રામ પંચાયતની મંજુરી લીધી નથી અને નિયમ વિરુદ્ધ અને શરતોમાં દર્શાવેલ શરતોનું પાલન કર્યું નથી જેથી આ વિષય અન્વયેના હુકમ રદ કરવામાં આવે, જી.આઈ.ડી.સી એ આગોતરા હુકમની તમામ શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરીને શરતભંગ કરેલ હોય જ
આ ઉપરાંત પાનેલી અને જાંબુડિયા નીહદમાં આવેલા રાજા શાહી સમયનુ મોટું તળાવ આવેલ છે અને જીઆઈડીસી તેનાથી માતા ફક્ત દોઢસો બસો મીટર જ દુર છે ભવિષ્યમાં આ જીઆઈડીસીથી તળાવમાં વરસાદી પાણીની અવન જવાન રસ્તો બંધ થશે તેમજ ભવિષ્યમાં જળ સ્ત્રોત પણ પ્રદુષિત થઇ શકે છે જીઆઈડીસી આ તળાવથી નજીક હોય જે જે નિયમ વિરુદ્ધ હોય જેથી હુકમ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
બન્ને ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ રીતે નિયમભંગ કરીને બની રહેલા જીઆઈડીસીનું કામ અટકાવવામાં નહી આવે તો ગ્રામજનો પોતે બંધ કરાવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે

