હાલ નવા વર્ષની નિમિતે મિત્રો પરિવાર જુના દુખ દર્દ અને મતભેદને ભૂલી સ્નેહ મિલનના આયોજન કરવામાં આવી રહ્યા છે તો વર્ષો પહેંલા શાળા કોલેજમાં ભૂતકાળમાં ભણી ગયેલા છાત્રો ફરી વાર મળી જૂની યાદો ને વાગોળી છે ત્યારે આવા જે કેટલાક મિત્રો ગત તાજેતરમાં એકઠા થયા હતા, મોરબીની એમ એમ સાયન્સ કોલેજ વી.સી. હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કુલમાં વર્ષ 2007માં 12મુ પાસ કરી પોત પોતાની કારકિર્દી માટે અલગ અલગ રસ્તે ગયેલા 46 મિત્રોએ હોટેલ સ્પાઇસ હટ ખાતે સ્નેહમિલન યોજયુ હતું. આ વેળાએ બધા મિત્રોએ જૂની યાદો વાગોળી અને એકબીજાની વર્તમાન સ્થિતિ જાણી હળવાશની પળો માણી હતી

