કચ્છ તરફ થી GJ-05-BZ-9347 નંબરની પીક અપ વાહનમાં તાલ પત્રીથી ઢાંકી પશુઓને આડેધડ ક્રુરતા પૂર્વક ભરીને અમદાવાદ તરફ ક્તલાખાને લઇ જતા હોવાની માહિતી મોરબી હિન્દુ વાહિની સંસ્થાના કાર્યકરો તેમ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના મોરબી, વિરમગામ અને ચોટીલાના કાર્યકરોએ મળી હતી જેના આધારે ગૌરક્ષકો અને માળિયા મિયાણા પોલીસની ટીમે માંળિયા મિયાણાથી હળવદ તરફ જતા રોડ પર અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી અટકાવી તલાસી લેતા તેમાંથી ક્રુરતા પૂર્વક બાંધેલી હાલતમાં તેમજ પાણી કે ઘાસ ન આપેલી હાલતમાં 12 પાડા મળી આવ્યા હતા. જે બાદ ડ્રાઇવર અને તેની સાથેના એક વ્યક્તિને ગાડી અને જીવ નંગ 12ને પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ બન્ને શખ્સ આ 12 પાડાને અમદાવાદ ઢોર બજારમાં કતલખાને લઈ જતા હોવાનું જણાવ્યું હતુ . આ કામગીરીમાં મોરબી ચોટીલા અને વિરમગામના વિવિધ સંથાઓના ગૌરક્ષકો જોડાયા હતા.

