HomeGujaratમોરબીના જેતપર માં ફોરલેન હાઈવે માટે નડતર રૂપ દબાણ દુર કર્યા

મોરબીના જેતપર માં ફોરલેન હાઈવે માટે નડતર રૂપ દબાણ દુર કર્યા

મોરબી પીપળી જેતપર સ્ટેટ હાઈવે નંબર 321 પર મહેન્દ્રનગરથી અણીયારી સુધી હાલ ફોરલેન કરવાની કામગીરી ચાલી રહી છેત્યારે જેતપર ગામ તળમાં માર્ગ મકાન વિભાગ પાસે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી હાલ જે રસ્તો ઉપલબ્ધ છે તે રસ્તાના ગામતળમાંથી જ પસાર થતા રોડ પહોળો કરવા રિસરફેસ કામગીરી કરવાની હોય જોકે આ જગ્યા પર ગેરકાયદે દુકાન હોય જે દુર કરવા ગ્રામ પંચાયત દ્વારા બે વખત નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી દબાણ દુર થયું ન હતું અને અ દબાણ ને આ કારણે રોડની કામગીરી અટકી હતી રોડ નું કામ અગળ ધપાવવા દબાણ દુર કરવાનું હોવાથી માર્ગ મકાન વિભાગ દ્વારા જિલ્લા પંચાયતમાં જાણ કકરી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાની સુચનાથી આજે મોરબી જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના અધિકારી કર્મચારી ની ટીમ તેમજ માર્ગ મકાન વિભાગ અને પીજીવીસીએલની ટીમ પોલીસ કાફલા સાથે દબાણ દુર કરવા પહોચી હતી અને રોડપર આવેલી 10 જેટલી દુકાન, શાક માર્કેટ તેમજ અન્ય નાના-મોટા દબાણ દુર કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમ ટીડીઓ પી એચ ડાંગર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજા,સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાછીયા નાયબ કાર્યપાલક ઈજનેર ચન્દ્રાલા,એ ટી ડી ઓ વી એમ જીવાણી, વિસ્તરણ અધિકારી કલ્પેશ બારેજીયા, તાલુકા પંચાયત દબાણ ક્લાર્ક ધર્મેન્દ્ર દેત્રોજા, સહિતના કર્મચારી જોડાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW