HomeGujaratવાકાનેરના ખીજડીયામાં દીપડાનું મારણ,વાડીમાલિકોને સાવચેત રહેવા વન વિભાગની સુચના

વાકાનેરના ખીજડીયામાં દીપડાનું મારણ,વાડીમાલિકોને સાવચેત રહેવા વન વિભાગની સુચના

શિયાળો નજીક આવતાની સાથે વાંકાનેર પંથકમાં દીપડાની અવર જવર વધી જાય છે તેમજ શિકારની ઘટના પણ સામે આવતી હોય ત્યારે વાંકાનેર તાલુકાના રામપરા વીડીની નજીક આવેલા ખીજડીયા ગામની સીમ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે દીપડો ત્રાટક્યો હતો અને એક વાછરડાનું મારણ કર્યું હતું

મળતી માહિતી મુજબ વાંકાનેરની રામપરા વીડી અભ્યારણ વિસ્તારની નજીક આવેલા ખીજડીયા તાલુકાની સીમમાં દીપડો આવી ચઢ્યો હતો અને લીલાભાઈ મુંધવા નામના ખેડૂત ની વાડીમાં બાંધેલા વાછરડાનું મારણ કર્યું હતું ઘટનાની જાણ થતા વન વિભાગની વાંકાનેર રેંજના અધિકારી પીપી નરોડિયા અને તેની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા તપાસ હાથ ધરી હતી. તેમજ પશુ પાલકને વળતર ચૂકવવાં અંગેની પ્રકિયા હાથ ધરી હતી. સીમ વિસ્તારમાં દીપડાની અવરજવરને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અને પશુપાલકોને તેના માલઢોર સુરક્ષિત સ્થળે રાખવા સુચના આપી હતી

તસ્વીર પ્રતીકાત્મક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW